Fundraising September 15, 2024 – October 1, 2024 About fundraising

Mati No Manas (Gujarati Edition)

  • Main
  • Mati No Manas (Gujarati Edition)

Mati No Manas (Gujarati Edition)

Nimitt Oza [Nimitt Oza]
How much do you like this book?
What’s the quality of the file?
Download the book for quality assessment
What’s the quality of the downloaded files?
જાતની પામરતા અને ઈશ્વરની જાહોજલાલીને ઉજવી લેવાનો અવસર 

માટીનો માણસ ફક્ત એક પુસ્તક નથી, તે એક અવસ્થા છે. એક એવી અવસ્થા જેમાં આપણે સતત હોઈએ છીએ અને છતાં આપણને તેની જાણ નથી થતી. આપણી આસપાસ બનતી અસંખ્ય ઘટનાઓ અને શક્યતાઓની વચ્ચે, આપણે અખંડ રહી શકીએ છીએ એ ઈશ્વરની મહેરબાની છે. આપણે બધાજ જાણીએ છીએ કે આપણે સાવ `ટેમ્પરરી' શરીરમાં, `ટેમ્પરરી' શ્વાસ પહેરીને લાઈફટાઈમની વેલીડીટી વાળી શ્રદ્ધા રીચાર્જ કરાવતા હોઈએ છીએ. આવનારી ક્ષણમાં આપણા હૃદયને ધબકવું ગમશે કે નહિ એની પણ આપણને જાણ નથી અને આપણે વાતો કરીએ છીએ `અનલિમીટેડ 4G ડેટા'ની. 

કોઈ જ પ્રકારની શારીરિક યાતના વગર આવતી કાલનો સૂર્યોદય આપણે હેમખેમ જોઈ શકીએ, એ જ સૌથી મોટો ચમત્કાર છે. દરેક પળે આવનારી અનિશ્ચિતતાઓ અને જોખમોની વચ્ચે માણસ જેવી તકલાદી જાત સ્વસ્થ રહી શકે છે, એ ઈશ્વરના સૌથી મોટા આશીર્વાદ છે. 

કઈ ઘડીએ, કઈ ક્ષણે આપણે માટીમાં ભળી જઈશું? એની જાણ આપણને કોઈને નથી. તો આવો, માટીમાં ભળી જઈએ, એ પહેલા આપણી જાતમાં રહેલા માટીના માણસને ઉજવી લઈએ. વેદના અને સંવેદનાઓની ચાદર ઓઢીને, ટૂટીયું વાળીને આપણાસૌમાં એક માટીનો માણસ સૂતેલો છે. એને જગાડવાનું કામ કરવાનું છે. 

– ડૉ. નિમિત્ત ઓઝા
Publisher:
R. R. Sheth & Co. Pvt. Ltd.
Language:
gujarati
ISBN 10:
9388882598
ISBN 13:
9789388882590
File:
EPUB, 949 KB
IPFS:
CID , CID Blake2b
gujarati0
Read Online
Conversion to is in progress
Conversion to is failed

Most frequently terms